Vande Bharat Train: દિવાળી અને છઠ્ઠ માટે નવી દિલ્હીથી પટના વચ્ચે શરૂ થઇ વન્દે ભારત ટ્રેન, જાણો આખુ શિડ્યૂલ
Special Vande Bharat Train: દેશભરમાં અત્યારે દિવાળીની ધૂમ ચાલી રહી છે. આ તહેવારોની સિઝન દરમિયાન ટ્રેનની ટિકિટ માટે ભારે પડાપડી થઇ રહી છે. આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ નવી દિલ્હી અને પટના રૂટ વચ્ચે સ્પેશ્યલ વન્દે ભારત ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન દિવાળી અને છઠ્ઠના તહેવારો માટે ખાસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળી અને છઠ દરમિયાન મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ સ્પેશ્યલ વન્દે ભારત ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનથી પટના વચ્ચે દોડી રહી છે અને કુલ 900 કિલોમીટરનું અંતર કાપે છે.
આ ભારતની સૌથી લાંબી અંતરની વંદે ભારત ટ્રેન છે જે 11 કલાક અને 35 મિનિટમાં 900 કિલોમીટરથી વધુનું અંતર કાપશે.
નવી દિલ્હી અને પટના વચ્ચે ચાલતી આ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે. નવી દિલ્હીથી આ ટ્રેન 11 નવેમ્બર, 14 નવેમ્બર અને 16 નવેમ્બરે દોડશે. જ્યારે પટના અને દિલ્હી વચ્ચે 12, 15 અને 17 નવેમ્બર વચ્ચે વિશેષ વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે.
નવી દિલ્હી પટના વંદે ભારત ટ્રેન (02252/02251)માં કુલ 16 કોચ છે જેને બે વર્ગ એસી ચેર કાર અને એક્ઝિક્યૂટિવ ચેર કારમાં વહેંચવામાં આવ્યા છે.
નવી દિલ્હી પટના વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે અને પ્રયાગરાજ, દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, અરાહ થઈને પટના પહોંચશે. પરત ફરતી વખતે પણ ટ્રેનનો આ રૂટ એક જ રહેશે.
સ્પેશ્યલ વન્દે ભારત નવી દિલ્હીથી સવારે 7.35 વાગ્યે ઉપડશે અને સાંજે 19.00 વાગ્યે પટના પહોંચશે. તે પટનાથી સવારે 7.30 વાગ્યે ઉપડશે અને સાંજે 19.00 વાગ્યે દિલ્હી પહોંચશે.