UP News: ભગવાન સીતારામ જાનકીને પણ અયોધ્યામાં ઠંડી લાગી, પહેરવામાં આવ્યા ગરમ કપડાં, સેવામાં લગાવાયા હીટર
હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. ઉત્તર પ્રદેશમાં પણ શિયાળો કહેર મચાવી રહ્યો છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં, લોકો ઠંડીથી બચવા માટે બોનફાયર અને ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. તે જ સમયે, ભગવાનને ઠંડીથી બચાવવા માટે અયોધ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે રામની નગરી અયોધ્યામાં ભગવાન સીતારામ જાનકીને ગરમ વસ્ત્રો પહેરાવામાં આવ્યા છે.
ભગવાન સીતારામ જાનકીને ઠંડીથી બચાવવા માટે હીટર પણ લગાવવામાં આવ્યું છે.
પહેરવેશની સાથે ભગવાનના ખાવા પીવામાં પણ શિયાળાને અનુલક્ષીને ફેરફાર કરવામાં આવ્યા છે. સવારના સ્નાનથી લઈને ભોજન અને પાણી સુધી ગરમ પાણીની સુવિધા આપવામાં આવી રહી છે.
મંદિરના પૂજારીનું કહેવું છે કે છેલ્લા 4-5 દિવસથી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં ભગવાનને ઠંડીથી બચાવવા માટે હીટર અને ગરમ વસ્ત્રો પહેરવામાં આવ્યા છે.