Uttarakhand Helicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત સાતનાં મોત, જુઓ તસવીરો
જ્યાં આ દુર્ઘટના થઈ તે કેદારનાથ ધામ તરફ જતો જૂનો રસ્તો હતો. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
કેદારનાથથી ફાટા આવી રહેલું આર્યન કંપનીનું હેલિકોપ્ટર મંગળવારે ક્રેશ થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી.
હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટર કેદારનાથથી ફાટા જતું હતું.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ નજીક ગરુડ ચટ્ટી ખાતે હેલિકોપ્ટર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટ કરીને લખ્યું, એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ દુઃખદ ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી દુઃખી. આ દુ:ખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. (તમામ તસવીર સૌજન્ય – એએનઆઈ)