PM મોદીના મત વિસ્તારમાં દારૂની દુકાનો ખૂલતાં જ લોકોએ કરી પડાપડી, જુઓ તસવીરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં 17 મે સુધી કોરોના કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન શાકભાજી, મીઠાઈ, દારૂની દુકાનો સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે દારૂની દુકાનો ખુલતાં જ વહેલી સવારથી લોકોએ શરાબ ખરીદવા પડાપડી હતી. લોકો લોકડાઉન લાગવાના ભયે જેટલી મળે તેટલી શરાબની બોટલો લઈને જતાં જોવા મળ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2,25,271 છે. જ્યારે 12,83સ754 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 15,742 લોકોના કોરોનાથી મોત થયા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
યુપી લિકર એસોસિએશને સીએમને પત્ર લકીને શરાબની દુકાનો ખોલવાની મંજૂરી માંગી હતી. એસોસિએશનના કહેવા મુજબ રોજના 100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.