Lok sabha election 2024: દિગ્ગજ વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી હાર આપનાર વર્ષા ગાયકવાડ વિશે જાણો
Lok sabha election 2024: મહારાષ્ટ્રના મુંબઈ નોર્થ સેન્ટ્રલ મતવિસ્તારમાંથી કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડે જીત મેળવી છે. સવારથી આગળ ચાલી રહેલા ભાજપના ઉજ્જવલ નિકમ સામે કાંટે કી ટક્કર બાદ વર્ષા ગાયકવાડે જીત મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેઠક પરથી ભાજપે ઉજ્જવલ નિકમને ટિકિટ આપી હતી. આ તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા વર્ષા ગાયકવાડને ટિકિટ આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં અહીં મતદાન યોજાયું હતું.
મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા બેઠકમાં વિલે પાર્લે, ચાંદીવલી, કુર્લા, કાલીના, વાંદ્રે પૂર્વ અને વાંદ્રે પશ્ચિમ મતવિસ્તાર આવે છે. આ તમામ વિધાનસભા બેઠકો મુંબઈ ઉપનગરીય જિલ્લામાં આવે છે.
લોકસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે તેના મુંબઈ એકમના પ્રમુખ વર્ષા ગાયકવાડને મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા સીટ માટે પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન વર્ષા ગાયકવાડ મુંબઈના ધારાવી વિધાનસભા ક્ષેત્રમાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં તેમનું પદ સંભાળી રહ્યા છે.
મહા વિકાસ આઘાડી (MVA)ની સીટ-વહેંચણીની સમજૂતી હેઠળ કોંગ્રેસ આ વખતે મુંબઈની બે લોકસભા બેઠકો પર ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસના ખાતામાં બીજી બેઠક મુંબઈ ઉત્તર છે.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) મુંબઈની અન્ય ચાર લોકસભા બેઠકો પર ચૂંટણી લડી. મુંબઈમાં 20મી મેના રોજ મતદાન થયુ હતું.