Weather Update: ગુજરાતથી પંજાબ સુધી વરસાદે મચાવ્યો હાહાકાર, અનેક રાજ્યો એલર્ટ પર, જુઓ તારાજીની તસવીરો
ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 20 સેમીથી વધુ વરસાદની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMD એ 24 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે.
હવામાનની આગાહી કરતી એજન્સીએ કહ્યું કે આગામી બે દિવસ દરમિયાન મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
રાજસ્થાનમાં પણ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગે હિમાચલમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચંબા અને કુલ્લુમાં પણ વરસાદે તારાજી સર્જી છે.
હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ હળવા ઝરમર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓએ હાહાકાર મચાવ્યો છે. પંજાબની સતલજ, રાવી, બિયાસની સાથે સાથે ઘગ્ગર નદી અને ઉજ્જ નદીમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.