Weather Update Today: વરસાદ અને હિમવર્ષાથી વાતાવરણ બગાડ્યું! આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
આ સમયે સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા બાદ ફરી એકવાર ઠંડા પવનો ફુંકાવા લાગ્યા છે. દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 21 ફેબ્રુઆરી સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનોમાં 21 ફેબ્રુઆરી સુધી વરસાદની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજધાની દિલ્હીમાં, સોમવારે રાત્રે (19 ફેબ્રુઆરી) દિલ્હી-NCRમાં ભારે પવન સાથે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, ત્યારબાદ ઠંડી ફરી વધવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને ઘણી જગ્યાએ વરસાદની શક્યતા છે.
દિલ્હીમાં આજે એટલે કે સોમવારે (20 ફેબ્રુઆરી) મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતા છે. અગાઉ સોમવારે અહીં મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે હતું, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું હતું કે 20 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે.
આ સિવાય 20 અને 21 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તોફાન, વીજળી અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત 19 અને 20 ફેબ્રુઆરી દરમિયાન રાજસ્થાનમાં અને 20-22 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વાવાઝોડા, વીજળી અને તેજ પવનની શક્યતા છે.
પર્વતીય રાજ્યોમાં હવામાન વિભાગે દેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાના રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. હવામાન વિભાગે મંગળવાર અને બુધવારે ભારે હિમવર્ષાનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ 7 જિલ્લાઓ માટે જારી કરવામાં આવ્યું છે. ચંબા, કાંગડા, કુલ્લુ, શિમલા, કિન્નૌર, લાહૌલ સ્પીતિ અને મંડીમાં કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષા થઈ શકે છે.
હવામાન વિભાગે આજે એટલે કે મંગળવાર (20 ફેબ્રુઆરી) હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી જારી કરી છે. હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સાથે હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે.