IN Pics: રાજ્યસભામાંથી મહિલા અનામત બિલ પાસ થયા બાદ મહિલા સાંસદોએ કર્યું હતું PM મોદીનું સ્વાગત
Women Reservation Bill: નારી શક્તિ વંદન એક્ટ બિલ પસાર થયા બાદ મહિલા સાંસદોએ રાજ્યસભાની બહાર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા અનામત બિલ પાસ થયા બાદ પીએમ મોદીએ તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. મહિલા સાંસદોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.
નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર થયા બાદ રાજ્યસભાની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને મહિલા સાંસદોના ચહેરા પર ચમક જોવા મળી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાંથી બહાર આવતાની સાથે જ મહિલા સાંસદોની ખુશીનો પાર ન રહ્યો અને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહિલા સાંસદોએ પીએમ મોદીને બુકે આપીને સ્વાગત કર્યું હતું. મહિલા સાંસદોએ એકબીજાને મીઠાઇ પણ ખવડાવી હતી
આ સ્વાગત બાદ પીએમ મોદીએ સૌનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે પીએમ મોદી ખૂબ જ ખુશ દેખાતા હતા અને તેમણે બધા સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદાને સમર્થન આપનારા તમામ સાંસદોનો આભાર માન્યો હતો.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.