World’s Highest Tunnel: ચીનની સરહદ નજીક બની રહ્યો છે દુનિયાનો સૌથી ઉંચો રૉડ, ટનલ અને ફાઇટર જેટ બેઝ, પોતાનો જ રેકોર્ડ તોડવાની તૈયારીમાં ભારત
World’s Highest Tunnel: ભારત હવે ટુંક સમયમાં પોતાનો જ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. બહુજ જલદી ભારત ચીન નજીક આવેલી સરહદ પર મોટો રસ્તો, ટનલ અને ફાઇટર જેટ બનાવવા જઇ રહ્યું છે. આ તમામ વસ્તુઓ ભારતના પૂર્વી લદ્દાખમાં ક્ષેત્રમાં ચીનની સરહદ નજીક બની રહી છે, અહીં વિશ્વની સૌથી ઊંચો મૉટરેબલ રૉડ, ટનલ અને ફાઇટર જેટ બેઝનું નિર્માણ કરી રહ્યું છે. આ એક રેકોર્ડ છે. ભારત 19,024 ફૂટની ઊંચાઈએ લિકારું-મિગ લા-ફૂકચે રૉડ બનાવી રહ્યું છે જે વિશ્વનો સૌથી ઊંચો મૉટરેબલ રોડ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રૉડના નિર્માણ બાદ બૉર્ડર રૉડ ઓર્ગેનાઈઝેશન (BRO) પોતાનો જ રેકોર્ડ તોડશે. 2012માં જ BROએ વિશ્વનો સૌથી ઉંચો રૉડ 'ઉમલિંગ-લા પાસ' બનાવ્યો હતો.
આર્મી અને એરફોર્સ માટે આ બેઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે લદ્દાખથી ચીન સરહદ સુધી કોઈપણ જટિલ પરિસ્થિતિમાં સૈનિકોની તૈનાતી સરળ રહેશે.
'સેલા ટનલ' એ વિશ્વની સૌથી ઊંચી અને સૌથી લાંબી બાય-લેન ટનલ છે, જે દરિયાની સપાટીથી 13700 ફૂટની ઊંચાઈએ બનેલી છે. આ ટનલની મદદથી હવે અરુણાચલ પ્રદેશમાં કોઈપણ સિઝનમાં હિલચાલ થઈ શકે છે.
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ એમ પણ જણાવ્યું કે મનાલીને ઝંસ્કર થઈને લેહથી જોડતી 'શિંકુ લા' ટનલનું નિર્માણ પણ ટૂંક સમયમાં શરૂ થશે. 'શિંકુ લા' પાસ ચીનની 'મિલા ટનલ'નો રેકોર્ડ તોડીને વિશ્વની સૌથી ઊંચી ટનલ બનશે.
પૂર્વી લદ્દાખથી લગભગ 30 કિમી દૂર આવેલ ન્યોમા એરફિલ્ડ 2023ના અંત સુધીમાં ફાઈટર જેટ ઉડાન માટે તૈયાર થઈ જશે. આ એરબેઝ 14000 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવી રહ્યું છે, જે તેને વિશ્વનું સૌથી ઉંચુ એરબેઝ બનાવશે.