શું આપ કોરોના સંક્રમિત છો અને હોમક્વોન્ટાઇન છો? તો જાણી લો ઘરે રહીને કેવી રીતે કરશો કોરોનાનો ઇલાજ?
કોરોનાની બીજી લહેર બહુ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. આ સ્થિતિમાં મોટી સંખ્યામાં સંક્રમિત લોકો ઘરે જ તેનો ઇલાજ કરી રહ્યાં છે. જો આપ પણ સંક્રમિત હો અને ઘરે પર ઇલાજ કરી રહ્યાં હો તો આ વાતને સમજવી જરૂરી છે. તો ચાલો જાણીએ ઘરે રહીને પેશન્ટને કેવી રીતે રિકવર કરી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવસમાં બેથી ત્રણ વખત ઓક્સિજન અને ટેમ્પરેચર ચેક કરવું જોઇએ. ઓક્સિજન SpO2 રેટ 94થી ઓછું હોય તો ડોક્ટરની સલાહ લેવી. તેમજ તાપમના સો ઉપર જાય તો પણ ડોક્ટરની સલાહ લેવી.
પેશન્ટે રૂમની બારીઓ ખુલ્લી રાખવી જોઇએ, પેશન્ટે થ્રી લેયરસનું માસ્ક પહેરવું જોઇએ. માસ્ક 6 કલાકે બદલી દેવું જોઇએ. સાબુથી 40 સેકેન્ડ સુધી હાથ ધોવા. કપડા વાસણ કાંસકો બધી જ વસ્તુ અલગ રાખો. કોઇને યુઝ ન કરવા દો.
પેશન્ટે સૂઠવાળું હુફાળું પાણી પીવું જોઇએ. પૌષ્ટીક આહાર લેવું જોઇએ. કફજન્ય પદાર્થને અવોઇડ કરવા જોઇએ અને કફનાશક વસ્તુનું સેવન કરતું જોઇએ. વિટામીન સીથી ભરપૂર ફ્રૂટનું સેવન કરવું