Anant Pre Wedding: જામનગરના નવાણીયા ગામમાં અનંત અંબાણીની આરતી ઉતારાઇ, આગમન થતાં ગ્રામજનોએ કર્યુ ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો.....
આજે વહેલી સવારે અનંત અંબાણી નવાણીયા ગામ પહોંચ્યા, ગામના લોકોએ અનંત અંબાણીનું કર્યુ ભવ્ય સ્વાગત
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAnant Ambani Radhika Merchant Pre Wedding: ભારતના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીના લગ્નને લઈને તૈયારીઓ ચાલી રહી છે. એક દિવસ બાદ અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફન્કશન શરૂ થઇ રહ્યાં છે.
આ વખતે આ તમામ ફન્કશન ગુજરાતના જામનગરમાં રાખવામાં આવ્યા છે, આ પ્રસંગે અહીં અત્યારથી જ મહેમાનોનો જમાવડો શરૂ થઇ ગયો છે
આજે વહેલી સવારે અનંત અંબાણી જામનગરના નવાણીયા ગામમાં પહોંચ્યા હતા, અહીં તેના આગામનની સાથે જ ગ્રામજનોએ ગ્રાન્ડ વેલકમ કર્યુ છે, અનંતનું સ્વાગત ગ્રામજનોએ ઉત્સાહભેર કર્યું હતુ.
જામનગર જિલ્લાના નવાણીયા ગામ આજે વહેલી સવારે અનંત અંબાણી પહોંચ્યા હતા. અનંતના લગ્ન પ્રસંગને લઈને નવાણીયા ગામમાં એક મોટી ઇવેન્ટ રાખવામાં આવી હતી,
જેમાં અનંત પહોંચ્યા અને આ દરમિયાન ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. અનંત અંબાણીએ ગ્રામજનો સાથે મુલાકાત પણ કરી હતી. ગામમાં જીવેગન, રૉલ્સ રૉયઝ જેવી વૈભવી કારનો કાફલો જોવા મળ્યો હતો.
વાસ્તવમાં અનંત અંબાણીના લગ્નમાં મોટા મહેમાનો આવવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભવ્ય લગ્નમાં ક્રિકેટરો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સહિત વિદેશી મહેમાનો સામેલ થવાના છે. તો ચાલો જાણીએ કે અનંત અને રાધિકીના લગ્નમાં કયા વિદેશી મહેમાનો ભારત આવી રહ્યાં છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અનેક વિદેશી હસ્તીઓ હાજરી આપતી જોવા મળશે. અહેવાલ છે કે, બિઝનેસ મેન બિલ ગેટ્સ, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પના નામ સામેલ છે.
જો કે, આ પ્રતિષ્ઠિત હસ્તીઓના આગમનની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. આ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ અનંત અંબાણીના લગ્નમાં આકર્ષણ જમાવશે.
આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ એટલે કે 2024માં અનંત રાધિકાના લગ્ન થવા જઈ રહ્યા છે જેમાં પોપ સ્ટાર્સ રીહાન્ના, દિલજીત દોસાંઝ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરશે. આ ઉજવણી 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં થશે.
ભવ્ય લગ્નના પ્રથમ દિવસે, 'એન ઇવનિંગ ઇન એવર' થીમ પાર્ટી હશે જેમાં મહેમાનોને ભવ્ય કોકટેલ ડ્રેસ પહેરવાનું કહેવામાં આવશે. બીજા દિવસે, અ વોક ઓન ધ વાઇલ્ડ સાઇડનું આયોજન કરવામાં આવશે જેમાં જંગલ ફિવર ડ્રેસ કોડ હશે. ત્રીજા દિવસે, મેલા રૂજ પાર્ટીનું આયોજન કરવામાં આવશે જેમાં સ્વદેશી પ્રવૃત્તિઓનું મિશ્રણ હશે અને મહેમાનો તેમના મનપસંદ કપડાં પહેરશે.