PM ROAD SHOW Photo: જામનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ બોલાવી ગરબાની રમઝટ

PM ROAD SHOW: પીએમ મોદી આવતીકાલે ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજબ્રીજનું લોકાર્પણ કરવાના છે. આ પહેલા તેમણે આજે મોડી સાંજે જામનગરમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કારમાં બેસી રોડ શો નિહાળવા આવેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પ્રધાનમંત્રીના રોડ શોને લઈને જામનગર વાસીઓમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

લોકો પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા કલાકોથી રાહ જોતા જોવા મળ્યા હતા.
હજારો લોકો રોડ શોમાં મોદીનું અભિવાદન કરવા પહોંચ્યા હતા.
અયોધ્યા ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા અને મોદીને ધનુષ બાણ સાથેના ચિત્રો સાથે બાળકો રોડ શો પર પહોચ્યા હતા.
વેસ્ટર્ન ગરબા,મણિયારો રાસ સહિતની કૃતિઓ ખેલૈયાઓ સ્ટેજ પર કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
જય શ્રી રામના નારા સાથે અનોખો માહોલ રોડ શોના સ્થળે જોવા મળ્યો હતો.
પ્રધાનમંત્રી ના રોડ શોના સ્થળે ગરબાની અલગ -અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.