Anant- Radhika Pre Wedding: રાણી મુખર્જીથી લઇને દીપિકા-રણવીર અને એટલી પહોંચ્યા જામનગર, અનંત-રાધિકાના ફંક્શનમાં મચાવશે ધૂમ
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન એક માર્ચથી 3 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાશે. આ ઉજવણીમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પણ પહોંચશે. ગુરુવારે સાંજે, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, રાની મુખર્જી સહિત ઘણા સેલેબ્સ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા ગુજરાતના જામનગર પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી રાની મુખર્જી પણ ગઈકાલે રાત્રે જામનગર પહોંચી હતી. દરમિયાન રાની મુખર્જી ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. બ્રાઉન ડેનિમ જીન્સ સાથે ચેક બ્લેઝરમાં રાની મુખર્જી એકદમ આકર્ષક લાગી રહી હતી.
આ દરમિયાન રાનીએ બ્રાઉન કલરના બૂટ અને ચશ્મા પહેર્યા હતા. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. દરમિયાન રાનીએ પાપારાઝીઓને અનેક પોઝ આપ્યા હતા.
શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ જવાનના ડિરેક્ટર એટલી પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે તેમના પરિવાર સાથે જામનગર પહોંચી ગયો છે. એટલી અને તેની પત્ની ક્રિષ્ના પ્રિયા અને પુત્રનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જ્યારે એટલી બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો ત્યારે તેની પત્ની કૃષ્ણાએ કોડસેટ પહેર્યો હતો. પુત્રએ સફેદ સ્વેટર સાથે બ્લૂ ડેનિમ પહેર્યું હતું.
ઓરી એટલે કે ઓરહાન અવત્રામણી બોલિવૂડ સ્ટાર કિડ્સની દરેક પાર્ટીમાં જોવા મળે છે, તે પણ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા જામનગર પહોંચી ગયો છે. જામનગર પહોંચતા ઓરીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં હાજરી આપવા જામનગર પહોંચી ગયા છે. દરમિયાન રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વ્હાઇટ આઉટફિટમા જોવા મળ્યા હતા.