Jamnagar: જામનગરમાં બૂલડૉઝર એક્શન, સરકારી જમીન પર બનાવાયેલું માફિયાનું ઘર તોડી પડાયુ, તસવીરોમાં જુઓ ડિમૉલેશન
Jamnagar News: ગુજરાતમાં પણ હવે માફિયાઓ વિરૂદ્ધ સરકાર કડક હાથે કામ લઇ રહી છે, રાજ્યના જામનગરમાં આજે કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાના વિરૂદ્ધ તંત્રએ તાબડતોડ એક્શન લેતા આજે તેના ગેરકાયદે બંગલા પર બૂલડૉઝર ફેરવી દીધુ છે, આ ઘટનાની તસવીરો હાલમાં જ સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, જામનગરના કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાના પર હવે યોગી સ્ટાઇલમાં બૂલડૉઝર એક્શન લેવાઇ છે.
શહેરના બેડી વિસ્તારમાં આવેલા રઝાક સાઇચાનાના ઘર પર આજે સવારે તંત્ર દ્વારા બૂલડૉઝર ફેરવવામાં આવ્યુ હતુ. આ એક્શન રઝાક સાઇચાના પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ લેવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.
કહેવાઇ રહ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાના શહેરમાં અનેક પ્રકારના ગેરકાયદે ધંધા કરી રહ્યો હતો, અને શહેરની ભોળી ભાલી જનતાને હેરાન પરેશાન કરવાની સાથે સાથે ધાક અને ધમકીઓ પણ આપતો હતો.
જોકે, આ વાત રાજ્ય સરકાર પાસે પહોંચતા જ એક્શન લેવાનુ શરૂ કરાયુ હતુ. રઝાક સાઇચાનાની વિરૂદ્ધમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઇ હતી જે પછી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડિમૉલેશનના આદેશ આપ્યા હતા,
આજે આ આદેશ અંતર્ગત રઝાક સાઇચાનાના શહેરના બેડી વિસ્તારમા આવેલા બંગલાને તોડી પડાયો હતો. બેડી વિસ્તારમાં આવેલો રઝાક સાઇચાનાનો આ બંગલો સરકારી જમીન પર બનાવવામાં આવ્યો હતો, અને તેના વિરૂદ્ધ ફરિયાદો ઉઠી હતી.
ખાસ વાત છે કે, આજે સવારે તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને તાબડતોડ એક્શન લીધી હતી, વહેલી સવારે જ બે બૂલડૉઝર અને ટીમ સાથે પહોંચેલી તંત્રની ટીમે કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાનાના બે માળના ગેરકાયદે બંગલાને તોડી પાડ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ગુંડા તત્વ રઝાક સાઇચાના છેલ્લા કેટલાય સમયથી શહેરમાં લોકોને રંજાડી રહ્યો છે. શહેરમાં ગેરકાયદે જુગારના અડ્ડાથી લઇને મારામારી, લોકોને જાનથી મારી નાંખવાની ધમકી, ખુનની કોશિશ, રાયૉટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો કરવો, કેટલાય લોકોના મકાન પચાવી પાડવા સહિતના 50 થી વધુ ગુનામાં સંડોવાયેલો છે.
image 5
જોકે, હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ તાબડતોડ એક્શન લેવાઇ છે, યોગી સ્ટાઇલમાં બૂલડૉઝર એક્શન પછી શહેરમાં અન્ય કુખ્યાત ગુંડા તત્વો પણ ફફડી ગયા છે.