Maharashtra: બળવાનો સામનો કરી રહેલા શરદ પવાર માટે આવ્યા Good News
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પુણે અને નાગપુર શહેર એકમોએ મંગળવારે પક્ષના વડા શરદ પવારને સમર્થન જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએનસીપીના પુણે એકમના પ્રમુખ પ્રશાંત જગતાપ, પુણેના પ્રવક્તા અંકુશ કાકડે, રાજ્યસભાના સભ્ય વંદના ચવ્હાણ, પક્ષના નેતા રવિન્દ્ર માલવડકર અને પક્ષના અનેક કાર્યકરોની હાજરીમાં પુણેમાં યોજાયેલી બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ઠરાવમાં, પાર્ટીએ ભાજપના ગંદા રાજકીય વલણ ની નિંદા કરી અને દાવો કર્યો કે ભાજપ જાણે છે કે તે એનસીપીને નાબૂદ કર્યા વિના તેનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકશે નહીં.
ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી 'અસલ' પાર્ટી છે.
રવિવારે અજિત પવારે NCP સામે બળવો કર્યો અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
અજિત પવારની સાથે એનસીપીના અન્ય આઠ નેતાઓએ પણ એકનાથ શિંદે-ભાજપ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.
અજિત પવારના બળવાને એનસીપીના સ્થાપક શરદ પવાર માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. શરદ પવારે 24 વર્ષ પહેલા NCPની સ્થાપના કરી હતી.