Mehsana: વિજાપુરમાં 8 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો
મહેસાણા: ઉત્તર ગુજરાતના મહેસાણાના વિજાપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. 8 ઈંચ વરસાદથી વિજાપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહેરના બોમ્બે સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાતા બજારો સજ્જડ બંધ થઇ ગઇ છે. દુકાનો અને રહેણાંક ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરની ઘરવખરી અને માલને નુકસાન થયું છે.
વિજાપુરની મનમંદિર સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ છે. કેટલાક ઘરમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
વિજાપુરમાં સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક રસ્તા બ્લોક થઇ ગયા છે. રોડ રસ્તા જળમગ્ન થઇ જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વિસનગરમાં પણ અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
વિસનગર ઉપરાંત વડનગર, ઊંઝામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાંડુ, વાલમ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તાર પર મેઘો મહેરબાન થતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.