Photos : રતન ટાટાથી લઈને અંબાણી સુધી દિગ્ગજ ઉદ્યોગપતિઓ કરી ચુક્યા છે આ નોકરી

મહેનત અને સાચુ સમર્પણ હોય તો દરેક મુકામ હાંસલ કરી શકાય છે. આ વાક્ય વિશ્વના કેટલાક દિગ્ગજ ઉદ્યોગપતિઓ પર સંપૂર્ણ રીતે બંધબેસે છે. આજે અમે આ લોકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે અખબાર વેચવાથી લઈને રસોઈ બનાવવા સુધીનું બધું કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પ્રથમ નોકરી રિસર્ચ એસોસિએટની હતી. તે IIM અમદાવાદની ફેકલ્ટી માટે કામ કરતા હતા અને બાદમાં ચીફ સિસ્ટમ મેનેજર તરીકે કામ કરવા લાગ્યા હતા. 1981માં તેમણે તેમના મિત્રો સાથે મળીને કંપની શરૂ કરી હતી.

વોરન બફેટ હાલમાં શેરબજારમાં અનુભવી રોકાણકાર છે. આ સિવાય તેઓ બર્કશાયર હેથવેના સીઈઓ અને ચેરમેન છે. વોરન અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટ માટે અખબારોનું વિતરણ કરતા હતા. આ કામ કરવા બદલ વોરનને દર મહિને 175 ડોલર મળતા હતા, પરંતુ આજે તે દુનિયાના સાતમા સૌથી અમીર વ્યક્તિ છે.
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. શરૂઆતના દિવસોમાં તેમણે રસોઈયા તરીકે કામ કર્યું હતું. તેમની પ્રથમ નોકરી મેકડોનાલ્ડ્સમાં ફ્રાય કૂક તરીકે હતી. આ નોકરીમાં તેમને ભાગ્યે જ કલાકના 2 ડોલરનો પગાર મળ્યો. ઘણી મજલ કાપીને અને ઘણા લોકોને મળ્યા પછી તેમણે ઈ-માર્કેટિંગ કંપની શરૂ કરી હતી.
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને કોણ નથી જાણતું. 1961માં તેમણે ટાટા સ્ટીલ જમશેદપુરમાં કામ કર્યું, ત્યારબાદ તેમણે ટાટા મોટર્સમાં કામ કર્યું. કહેવાય છે કે, જ્યારે રતન ટાટાને પહેલી નોકરીની ઓફર મળી ત્યારે તેમની પાસે બાયોડેટા પણ નહોતો. તેમણે તરત જ ટાઈપરરીડર પાસેથી બાયોડેટા બનાવ્યો અને આઈબીએમને આપ્યો. કોઈ કારણસર તેમને ત્યાં નોકરી ના મળી.
મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીની પહેલી નોકરી ગેસ સ્ટેશન પર અટેન્ડન્ટની હતી. ત્યારે તેઓ યમનમાં કામ કરતા હતા. ત્યાં તેમને દર મહિને માત્ર 300 રૂપિયા પગાર મળતો હતો. ત્યાં તેઓ મેનેજર બન્યા, પરંતુ બાદમાં તેઓ ભારત પાછા ફર્યા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરી.