Dhoraji: ધોરાજીમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર, રમકડાની જેમ પાણીમાં ગાડીઓ તણાઈ, તસવીરોમાં જુઓ કેવા થયા હાલ
રાજકોટના ધોરાજીમાં બારે મેઘ ખાંગા થયા હતા. ધોરજીમાં અનરાધર વરસાદ પડ્યો છે. 10 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબહારપુરા ખ્વાજ સાહેબ દરગાહ પાસે કારો પાણીમાં ગરકાવ તો કુંભારવાડા વિસ્તાર, રામપરા વિસ્તાર સહિત બહારપુરા વિસ્તારો બેટમાં ફેરવાયા છે.
શાક માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે.ધોરાજીમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળે છે.
કુંભારવાડા, વડલી ચોકની ગલીઓમાં જાણે કે વરસાદી નદી વહી રહી છે. શેરીઓમાં પણ નદીઓ જતી હોય તેવી દ્રશ્યો જોવા મળે છે.
લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે.
રાજકોટના ધોરાજીમાં 10 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ધોરાજીમાં 10 ઈંચ વરસાદથી શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે.