Diwali 2023: કાગવડનું ખોડલધામ મંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું, જુઓ તસવીરો
ખોડલધામ મંદિર લેઉવા પટેલ સમાજનું આસ્થા નું પ્રતીક છે. દિવાળીના પર્વને લઈ લાખો ભક્તો ખોડલ ધામ દર્શન કરવા ઉમટી પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખોડલધામ મંદિરનો અદભુત ડ્રોન નજારો સામે આવ્યો છે. મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પુરવામાં આવશે.
આ મંદિરમાં મા ખોડલ સહિત મા અંબા, વેરાઈ મા, મા ગાત્રાળ, મા અન્નપૂર્ણા, મા મહાકાળી, રાંદલ, માતા બુટભવાની, બ્રહ્માણી માતા, મોમાઇ માતા, મા ચામુંડા, મા ગેલ તેમજ મા શિહોરીની ભવ્ય મૂર્તિઓ સ્થાપિત કરાયેલી છે.
મંદિરનું બાંધકામ શિલ્પશાસ્ત્ર મુજબ રાજસ્થાની કારીગરો દ્વારા ગુંબ્બજ, પિલર અને છત્તરની કોતરણી સાથેનું બાંધકામ થયેલું છે.
ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે.
મંદિરની પહોળાઈ 252 ફુટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફુટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફુટ, 1 ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે.
કળશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે. ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 મૂર્તિઓ માંડોવરથી ખોડલધામ મંદિરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે. પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે.