ગોંડલમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી, પાકને મળ્યું જીવતદાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2023 05:51 PM (IST)
1
ગોંડલમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વરસાદના કારણે સતત ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
3
ગ્રામ્યમાં પણ વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. વરસાદથી ખેડૂતોને હાશકારો થયો છે.
4
હવામાન વિભાગ દ્વારા, રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ અને પાંચમાં દિવસે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
5
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સાનુકૂળ વાતાવરણ સર્જાતા રાજ્યમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ છે.
6
અંબાલાલ પટેલના આંકલન મુજબ, આગામી 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે.