રાજકોટમાં ગેરકાયદે બાયો ડીઝલના રેકેટનો પર્દાફાશ, ગોંડલના શ્રીનાથગઢ નજીક ગ્રામ્ય SOGનો દરોડામાં 17.60 લાખનો જથ્થો ઝડપાયો

રાજકોટમાં ગેરકાયદે બાયો ડીઝલના રેકેટનો પર્દાફાશ થયો છે.

રાજકોટમાં ગેરકાયદે બાયો ડીઝલના રેકેટનો પર્દાફાશ થયો

1/6
ગોંડલના શ્રીનાથગઢ નજીક બાયો ડીઝલના ગેરકાયદે વેચાણ ઉપર ગ્રામ્ય SOG એ દરોડો પાડીને ગેરકાયદેસર પંપ ઝડપી પાડ્યો છે.
2/6
ગ્રામ્ય SOG દ્વારા પાડવામાં આવેલ દરોડામાં મોટા પ્રમાણમાં બાયો ડીઝલનું વેંચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. આ દરોડામાં 17.60 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
3/6
મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારના ઓરડી બનાવી બાયો ડિઝલનું ગેરકાયદે વેંચાણ હાથ ધરવામાં આવતું હતું.
4/6
સાથે જ મોબાઈલ, 7 હજાર લિટરથી વધુનું ઈંધણ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
5/6
આ દરોડામાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
6/6
નોંધનીય છે કે, જિલ્લામાં ધમધમતા બાયો ડિઝલના ગેરકાયદે કારોબાર ઉપર કાર્યવાહીના આદેશ બાદ દરોડા પાડવામાં આવ્યા છે.
Sponsored Links by Taboola