In Photos: ગુજરાતમાં ભાજપે શરૂ કર્યો ડિજિટલ પ્રચાર, જાણીને અક્કલ પણ નહીં કરે કામ, જુઓ તસવીરો
આ દરમિયાન ગુજરાત ભાજપે ડિજિટલ પ્રચાર શરૂ કર્યો છે. રાજકોટ વિધાનસભામાં ભાજપે ચૂંટણી પહેલા ડિજિટલ પ્રચાર શરૂ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇલેક્ટ્રિક બાઇક પર LED સ્ક્રીન મૂકી ગામડાઓમાં શેરીઓ અને ગલીઓમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
વિધાનસભા વાઇઝ ઇલેક્ટ્રિક બાઇક ફેરવવામાં આવી રહ્યા છે અને લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ જિલ્લા વિધાનસભામાં 5 થી વધુ બાઇક ફેરવામાં આવી રહ્યા છે, જેમાં સરકારી અલગ અલગ યોજના અંગે લોકોને જાણકારી આપવામાં આવે છે.
ભાજપના આ ડિજિટલ પ્રચારને જોઈને લોકોને પણ આશ્ચર્ય થયું છે અને બે ઘડી બાઇકને જોવા રોકાઈ જાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો આગામી ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી જાય તે પછી રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.
ભાજપે ગુજરાતને લઈને મહત્વની બેઠક યોજી છે. દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને 3 કલાકથી વધુ સમય બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને અન્ય નેતાઓ હાજર રહ્યા.
સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં નેતાઓએ ગુજરાતને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.