રૂપાણીના પુત્રનાં મે મહિનામાં લગ્ન હોવાની ચાલી રહી છે અફવા, જાણો શું કરે છે તેમનો પુત્ર ? મુખ્યમંત્રીએ શું કરી સ્પષ્ટતા ?
ગુજરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases) બેકાબૂ બન્યું છે. હાઇકોર્ટ (Gujarat Highcourt) 3-4 દિવસના લોકડાઉનની (Lockdown) ભલામણ કરી હોવા છતાં રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 5 સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ સોશિયલ મીડિયા (Social Media) પર એવી વતો વહેતી થઇ હતી કે મે મહિનામાં વિજય રૂપાણીના (Vijay Rupani) દિકરાના લગ્ન હોવાથી તેમણે લોકડાઉનનો નિર્ણય કર્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરા ઋષભના લગ્ન નહીં પતે ત્યાં સુધી ગુજરાતમાં લોકડાઉન નહીં આવેની વાત થઇ રહી છે. ત્યારે ગઈકાલે સાંજે મુખ્યંત્રી વિજય રુપાણીએ ટ્વિટ કરીને આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુક્યું હતું. વિજય રુપાણીના ટ્વિટ બાદ તેમના દિકરાના લગ્નની વાત અફવા સાબિત થઇ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેના ટ્વીટર બાયો મુજબ તે ભાજપનો કાર્યક્તા અને આરએસએસનો સ્વંયસેવક છે. તેણે સાઉથ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી મિકેનિલકલ એન્જિનિયરિંગમાં એમએસ કર્યુ છે. જ્યારે ફોર્ડ ગ્રીન ફિલ્ડ લેબ્સમાંથી રિસર્ચ ઈન્ટર્ન કર્યુ છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ‘મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે.
આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.’
તમામ તસવીર સૌજન્યઃ ઋષભ રૂપાણી ફેસબુક