Loksabha Election 2024: પરશોત્તમભાઈ રૂપાલાએ પંગતમાં બેસી ભોજન લીધું, બોધરા-બાવળીયા પણ સાથે જમ્યા
abp asmita
Updated at:
18 Mar 2024 04:57 PM (IST)
1
રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાએ પંગતમાં બેસીને ભોજન લીધું હતું. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના ઘરે પરશોત્તમભાઈ રુપાલાએ ભોજન લીધું હતું. ડૉક્ટર ભરત બોઘરાના પિતા ખોડાભાઈ બોઘરા કમળાપુર ગામમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પરશોત્તમભાઈ રૂપાલાની એક બાજુ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને બીજી બાજુ ડોક્ટર ભરત બોઘરા ભોજન કરતા જોવા મળ્યા હતા.
3
જસદણ પંથકના બંને નેતાઓએ એક પંગતમાં બેસીને સાથે ભોજન લેતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
4
લોકસભાની ચૂંટણી પહેલા જસદણ પંથકમાં બંને રાજકીય નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે.
5
જસદણ વિસ્તારમાં વારંવાર બંને નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળે છે.
6
વાંકાનેર બાદ જસદણ પંથકમાં પણ એક જ પંગતમાં બે નેતાઓ સાથે જોવા મળ્યા હતા.