ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં મુખ્યમંત્રી રોડ શો, કોણ કોણ જોડાયું? જુઓ તસવીરો
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડ શોની શરૂઆત કરવામાં આવી છે. જોકે, આ રોડ શોમાં વિજય રૂપાણી ગેરહાજર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોડ શો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીપમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ છે. જ્યારે તેની પછીની જીપોમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા સહિત સૌરાષ્ટ્રના નેતાઓ છે.
સવારે ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું. આ પછી સીઆર પાટીલે રોડ શોને ફ્લેગઓફ કરતાં એરપોર્ટથી રોડ શોની શરૂઆત થઈ હતી. હવે એરપોર્ટથી નીકળીને રેસકોર્ષ રોડ, રેસકોર્ષથી કિસાનપરા ચોક, કિસાનપરાથી જિલ્લા પંચાયત ચોક, જિલ્લા પંચાયત ચોકથી યાગ્નિક રોડ, યાગ્નિક રોડથી ધર્મેન્દ્રસિંહ કોલેજ સુધી પહોંચશે.
રોડ શોમાં રોડેસવાર,વિન્ટેજ કાર,બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અઢી કિલોમીટરના રૂટમાં ૮૦ જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં વિવિધ સંગઠન,સંસ્થાઓ અને ભાજપના વિવિધ સેલ દ્રારા સ્વાગત કરવામાં આવશે.
રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત છે. જોકે, વિજય રૂપાણીની ગેરહાજરી છે.
રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સ્ટેજ કાર્યક્રમ યોજાશે, જેમાં સુશાસન દિવસની પૂર્ણાહુતિ કાર્યક્રમ જેમાં વિવિધ વિભાગના લોકાર્પણના કાર્યક્રમો યોજાશે.
ધર્મેન્દ્રસિંહ કોલેજ સ્ટેજ પ્રોગ્રામ થશે. આ પછી ચૌધરી હાઇસ્કૂલમાં મુવેબલ હોસ્પિટલનું લોકાર્પણ કરાશે.
રૈયાધાર લાઇટ હાઉસ પ્રોજેક્ટ નિરીક્ષણ કરશે. પછી સર્કિટ હાઉસ ભોજન અને પછી મેયર બંગલા ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.