Rajkot Rains: રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ઘરમાં પાણી ઘૂસતાં લોકોની હાલત બની કફોડી, જુઓ તસવીરો
રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે. સોસાયટીઓની શેરીઓમાં નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારે વરસાદના કારણે શહેરની અનેક સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણી જગ્યાએ લોકોની ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
રાજકોટ શહેરમાં ઘણી જગ્યાએ પાણી ગટરમાંથી બેક મારતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ અમદાવાદ સહિત સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી આગાહીને પગલે રેડ એલર્ટ અપાયું છે.
વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી, ખેડા, આણંદ, વડોદરા,પંચમહાલ અને દાહોદમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.