Ramayana Photo: સોના અને ચાંદીમાંથી બની છે આ અનોખી રામાયણ, તસવીરો જોઈને ખુશ થઈ જશો
Ramayana Photo: આજે સમગ્ર વિશ્વમાં રામ નવમીની ભવ્યતી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં શોભા યાત્રા અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સુરતમાં એક અનોખી તસવીર સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહકિકતમાં સુરતમાં સોના-ચાંદીની રામાયણ દર્શન માટે મૂકવામાં આવી છે, જેને લઈને સમગ્ર શહેરમા કુતુહલ સર્જાયું છે.
તમને જણાવી દઈએ કે, આ રામાયણ 222 તોલા સોનુ, 10 કિલો ચાંદી અને હીરા-પન્ના સાથેની બનેલી છે.
નોંધનીય છે કે, રામાયણની ગણતરી હિન્દુ ધર્મના પ્રખ્યાત અને મહાન ગ્રંથ તરીકે થાય છે. આ રામાયણ ગ્રંથ સાથે ઘણા લોકોનો વિશ્વાસ જોડાયેલો છે.
વાલ્મિકીથી લઈને તુલસીદાસ સુધીના ઘણા લોકોએ અનેક પેઢીઓથી આ રામાયણને પોતાની રીતે લખી છે. 1977માં રામભાઇ ગોકળભાઇએ રામાયણ ખૂબ જ અનોખી રીતે લખી હતી.
ખરેખર તેમની આ રામાયણ સોના, ચાંદી, અને પૃષ્ઠોથી મળીને બનેલી હતી. આ કિંમતી રામાયણ આજે પણ હાજર છે. આજે રામ નવમીના દિવસે આ રામાયણને ભક્તો માટે દર્શન અર્થે મૂકવામાં આવી હતી.
આ રામાયણનું વજન 19 કિલો છે, જેમાં 530 પાના છે અને તેમાં 222 તોલાના સ્વર્ણની સ્યાહીથી લખવામાં આવી છે.