Holi 2021: Surat ની યુવતીઓએ કર્યો અનોખો સંકલ્પ, લોકોને પણ કરી અપીલ, જાણો વિગત
સુરત: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના (Gujarat Corona Cases Update) દૈનિક કેસો રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તેમાં પણ અમદાવાદ અને સુરતની સ્થિતિ વધારે ખરાબ છે. સુરત (Surat Corona Cases) શહેરમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં ધાણીફૂટ વધારો નોંધાયો છે. સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં કોરોનાના વધતાં કેસને લઈ યુવતીઓએ અનોખો સંકલ્પ કર્યો હતો. યુવતીઓએ આ વર્ષે હોળી, (Holi 2021) ધુળેટી નહીં મનાવવા લોકોને પ્લેકાર્ડથી અપીલ કરી હતી. આ ઉપરાંત પોતે પણ હોળી નહીં ઉજવે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.
સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧ હજારને પાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
સુરત મનપા(Surat Corporation)એ કોરોના સંક્રમણ ઘટાડવા નવો આદેશ આપ્યો છે. સુરતમાં તમામ હોટલ, રેસ્ટોરન્ટ, શાકભાજી વિક્રેતા, ફ્રૂટ વિક્રેતા, દુકાનધારકો, ચા વાળા, ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા લોકો, ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતા લોકોએ ફરજિયાત દર અઠવાડિયે RTPCR ટેસ્ટ કરાવવાના રહેશે.
કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ લોકો રાબેતા મુજબ કામગીરી કરી શકશે. સમૂહમાં કામ કરનારા લોકો સુપરસ્પ્રેડરની ભૂમિકામાં છે. કોઈ પણ વ્યક્તિને નજીકના ટેસ્ટિંગ સેન્ટરમાં ટેસ્ટ કરવા અપીલ કરાઈ છે. સરકારની ગાઈડલાઈન(Corona Guideline)નું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.