Surat News: ખટોદરા પોલીસ સ્ટેશન કેમ્પસમાંથી હાડપિંજર મળતાં ચકચાર
સુરત: શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાંથી રવિવારે બપોરે હાડપિંજર મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ સ્ટેશન કેમ્પસમાંથી હાડપિંજર મળતા ચકચાર મચી ગઈ હતી અને અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી. ગઈકાલે ખટોદરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં મજૂરો દ્વારા જપ્ત કરાયેલા વાહનોને હટાવી સાફ-સફાઈની કામગીરી ચાલતી હતી તે દરમિયાન રિક્ષાઓની વચ્ચે જમીન પરથી એક હાડપિંજર મળી આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાડપિંજરમાં ખોપરી અને કમરથી નીચેનો ભાગ મળી આવ્યો હતો બાકી છાતીનો ભાગ મળ્યો નથી. હાલમાં માનવ કંકાલનું ફોરેન્સીક પીએમ આવતીકાલે કરવામાં આવશે.જોકે લાશ કોની છે તે હજી સુધી જાણી શકાયું નથી.પરંતુ આ કંકાલ ક્યાંથી આવ્યું, કોઈએ હત્યા કરી અહીં નિકાલ કર્યો છે કે કેમ,કે પછી કોઈ અજાણ્યો વ્યક્તિ અહીં સુવા આવતો હોય મોત ને ભેટ્યો હોય એ તમામ સવાલો ની દિશામાં પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.
અત્યાર સુધી પોલીસે લાશના પુરાવા એકત્રિત કરી આરોપી સુધી પહોંચતી હતી પરંતુ હવે ખૂદ ખટોદરા પોલીસ મથક ના પરિસર માં આ હાડપિંજર મળતા હત્યારો કોણ છે કે પછી લાશ કોની છે તે તપાસવામાં પોલીસ જોતરાઈ છે.
લાશનું ફોરેન્સિક પીએમ બાદ ખબર પડશે કે કેટલા દિવસ પહેલા વ્યક્તિ નું મોત થયું છે. જોકે હાડપિંજરની ઓળખ માટે DNA સેમ્પલ.પણ લઈ રાખવામાં આવશે