Surat : લા મેરિડિયન હોટલમાં શિવસેનાના 30 ધારાસભ્યોના ધામા, જુઓ ગોઠવી દેવાયો લોખંડી બંદોબસ્ત
સુરતઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પછી મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 30 ધારાસભ્યો ગુજરાતની હોટલમાં રોકાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની લા મેરિડિયન ખાનગી હોટલમાં રોકાયા છે. મહરાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપનો પાંચમો ઉમેદવાર જીત્યો તેમાં શિવસેના સહિતના સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે.
શિવસેનાથી નારાજ એકનાથ શિંદે સહિત 30 ધારાસભ્યો સોમવારની સાંજથી સંપર્ક વિહોણા બન્યા હતાં.
જે સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે.
જેને પગલે હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચુંટણીમાં બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.