Surat: સરથાણા નેચરપાર્કમાં મુલાકાતીઓ કરી શકશે બાળ સિંહના દર્શન, જુઓ તસવીરો
સુરત પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા બાળ સિંહો મુલાકાતિઓ પણ નિહાળી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારે આ 3 બચ્ચા ઝુ માં ફરતા મુકવામાં આવશે. 88 દિવસના ઓબ્ઝર્વેશન બાદ આવતીકાલે વેક્સિનેશન કરાશે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં બે દિવસ બાદ મુલાકાતિઓ સિંહના નાના બચ્ચાને પણ નિહાળી શકશે.
સિંહ સિંહણની જોડીના આવેલા ત્રણ બચ્ચાને વેક્સિનેશન બાદ ખુલ્લામાં મૂકવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં સિંહણની જોડીના ત્રણ બચ્ચાનો જન્મ થયો હતો.
નેચરપાર્કના સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી આ બચ્ચાનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
બચ્ચાની સંભાળ બાદ જરૂરી દવા અને વેક્સિનની કામગીરી પણ કરવામાં આવી હતી.
88 દિવસ બાદ આ ત્રણેય બચ્ચાને સિંહણ સાથે ખુલ્લામાં ટ્રાયલ માટે મૂકવામાં આવ્યા છે.
બુધવારથી જાહેર જનતા માટે પણ આ બચ્ચાને સિંહણ સાથે ખુલ્લામાં લોકો જોઈ શકશે.