Weather: આકરો તાપ બન્યો જીવલેણ, આ રાજ્યોમાં હિટવેવથી મોતનો આંકડો વધ્યો, ગરમી સાથે વંટોળની આગાહી
Deaths: આ દિવસોમાં દેશભરમાં તીવ્ર ગરમી છે, જેના કારણે ઘણા રાજ્યોમાં લોકોના મોત થયા છે. રાજસ્થાનથી લઈને ઓડિશા સુધી હીટવેવનો કહેર જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહીટવેવના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઘણા રાજ્યોમાં ગરમીના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે. (પીટીઆઈ)
હીટવેવની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. સામાન્ય લોકોની સાથે ચૂંટણી અધિકારીઓ પણ આનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. બિહાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં 10 ચૂંટણી કાર્યકરો સહિત 14 લોકોના મોત થયા છે.
હીટવેવને કારણે બિહારના ભોજપુર જિલ્લામાં 5, રોહતાસ જિલ્લામાં 3, કૈમુર જિલ્લામાં 1 અને ઔરંગાબાદ જિલ્લામાં 1 ચૂંટણી કાર્યકરોનું મોત થયું છે. આ સિવાય રાજ્યના જુદા જુદા ભાગોમાં 4 અન્ય લોકોના પણ મોત થયા છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ હીટવેવ પર પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
ઝારખંડમાં ગરમી અને હીટવેવને કારણે બે દિવસમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. હીટવેવના કારણે સૌથી વધુ તબાહી પલામુમાં જોવા મળી હતી, જ્યાં 8 લોકોના મોત થયા હતા. આ સિવાય ચતરામાં 5 લોકોના મોત થયા છે, સરાઈકેલા અને પૂર્વ સિંઘભૂમમાં 3-3, ગિરિડીહ, જમશેદપુર, ધનબાદ અને હજારીબાગમાં 2-2 અને બોકારોમાં એક વ્યક્તિનું મોત થયું છે.
ઝારખંડ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઢવા અને પલામુમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. લાતેહાર, લોહરદગા, ગુમલા અને ચતરામાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે. આરોગ્ય વિભાગે તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા સૂચના આપી છે.