Photos: T20 વર્લ્ડકપમાં આ 5 ટીમો કરી શકે છે મોટો ઉલટફેટ, ભારત-પાકિસ્તાન સહિત તમામે રહેવું પડશે એલર્ટ
ટી-20 વર્લ્ડ કપ 2024માં પ્રથમ વખત 20 ટીમો સામસામે આવી રહી છે. આ વખતે નાની ટીમો પણ ઉલટફેર કરી શકે છે, જેના કારણે મોટી ટીમોએ સાવચેત રહેવાની જરૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેધરલેન્ડ ક્રિકેટ ટીમને નદર અંદાજ કરવી મોટી ટીમો માટે મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ કારણ છે કે T20 વર્લ્ડ કપ 2024ની વોર્મ-અપ મેચ નંબર 4માં નેધરલેન્ડનો શ્રીલંકાનો સામનો થયો હતો. આ મેચમાં નેધરલેન્ડે શ્રીલંકાને 20 રને હરાવ્યું હતું.
સ્કોટલેન્ડ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની આ છઠ્ઠી T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ છે. T20 વર્લ્ડ કપ 2021માં સ્કોટલેન્ડે બાંગ્લાદેશ જેવી ટીમને હરાવીને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જેના કારણે સ્કોટલેન્ડને સુપર 12માં એન્ટ્રી મળી હતી
નામિબિયા ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024 માટે ત્રણ વોર્મ-અપ મેચ રમી છે. જેમાંથી તેણે બે મેચ જીતી છે. ટીમને પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં નામિબિયાએ યુગાન્ડાને 5 વિકેટે હરાવ્યું હતું.
આયર્લેન્ડ ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2009માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ગ્રુપ સ્ટેજમાં આયર્લેન્ડે બાંગ્લાદેશને હરાવીને સુપર 8માં જગ્યા બનાવી લીધી. આ હાર બાદ બાંગ્લાદેશ સુપર 8માં સ્થાન બનાવ્યા વિના T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.
નેપાળ ક્રિકેટ ટીમ પણ T20 વર્લ્ડ કપ 2024 રમવા જઈ રહી છે. નેપાળની પ્રથમ મેચ 4 જૂને નેધરલેન્ડ સામે છે. આ ટીમનો T20 મેચોમાં ખાસ રેકોર્ડ છે. નેપાળ ક્રિકેટ ટીમ એકમાત્ર એવી ટીમ છે જે T20માં 300થી વધુ રન બનાવવામાં સફળ રહી છે. આ રેકોર્ડ 27 સપ્ટેમ્બર 2023ના રોજ મંગોલિયા સામે બન્યો હતો.