Azva Dam Water: વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા, આજવા ડેમ ઓવરફ્લૉ થતાં છોડાયુ હતુ પાણી, તસવીરો...
Vadodara Rain: રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ગઇકાલથી મધ્ય ગુજરાતમાં વરસાદે જોર પકડ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેટેસ્ટ આંકડા પ્રમાણે, વડોદરામાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, રાજ્યમાં કુલ 236 તાલુકામાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે.
હવે આ બધાની વચ્ચે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
હાલમાં મળતા અપડેટ પ્રમાણે, વડોદરામાં ખાબકેલા મુશળધાર વરસાદ બાદ આજવા ડેમ ઓવરફ્લો થઇ ગયો છે, અને હાલમાં જ આજવા ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું પાણી શહેર અને આજુબાજુના ગામોમાં તારાજી સર્જાઇ છે.
પિલોલ, અલીન્દ્રા, દરજીપુરા, ખોખર ગામોમાં ડેમનો પાણી ઘૂસી ગયા છે, સાવલીના પીલોલ ગામમાં તો વળી કેડસમા પાણી ભરાયા લોકોને હાલાકી પડી રહી છે.
ડેમનું પાણી સતત આવતુ હોવાથી ખોખર, ઇન્દ્રાડ, પિલોલ, દરજીપુરા, અલીન્દ્રા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, લોકોને ઘરોમાં કેદ રહેવા મજબૂર બનવું પડ્યુ છે.
વડોદરાનો આજવા ડેમ ઓવરફ્લો થયો છે અને વિશ્વામિત્રી નદીનું પાણી હવે છોડવામાં આવ્યુ છે,
આના કારણે છેવાડાના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નદીનુ જળસ્તર સતત વધી રહ્યું છે.
મગર અને ઝેરી સાપોનાં ઉપદ્રવથી પણ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.