Vadodara : ભારે પવન-વરસાદને કારણે બેનરનો બ્રિજ કાર પર ધરાશાયી, જુઓ તસવીરો
વડોદરાઃ ભારે પવન અને વરસાદના કારણે કોર્પોરેશનનો બેનરનો બ્રિજ ધરાશાઈ થયો હતો. શહેરના વિવિધ વિસ્તારો દર્શાવતા બેનરનો બ્રિજ તુટી પડ્યો હતો. ટ્રાફિકથી સતત ધમધમતા એલ એન્ડ ટી સર્કલ પાસે રોડ પર સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. જોકે, મોટી જાનહાનિ ટળી છે. આ મસમોટું હોર્ડિંગ કાર પર પડ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહેરમાં આજે બપોરે અચાનક વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે પગલે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે.
કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયા હતા. વડોદરાના રાત્રિ બજાર પાસે આવેલુ વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઉપરાંત વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
હવામાન વિભાગની આગાહી છે કે, 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 17 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. હવામાન વિભાગની આગાહી છે કે, 20-21 જૂનથી વરસાદ વધશે.