Jobs in Canada: કેનેડામાં નોકરી માટે જનારાઓને ઝટકો, ટ્રૂડો સરકારના આ નિર્ણયથી ભારતીયો પર પડશે અસર
Canada Work Permit: કેનેડાની સરકાર દેશમાં આવતા મુલાકાતીઓને આપવામાં આવતી સુવિધાઓ બંધ કરી રહી છે. કેનેડા વિઝિટર વર્ક પરમિટની સુવિધા બંધ કરી રહ્યું છે, જે 28 ઓગસ્ટ, 2024થી લાગુ કરવામાં આવી છે. કેનેડા સરકારે વિઝિટર વર્ક પરમિટ બંધ કરી દીધી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેનેડા જતા લોકો માટે એક મોટા સમાચાર છે અથવા તો તેને ખરાબ સમાચાર પણ કહી શકાય. કારણ કે કેનેડાની સરકાર તેના દેશમાં આવતા મુલાકાતીઓને આપવામાં આવતી સુવિધાઓ બંધ કરી રહી છે.
કેનેડા સરકારના ઈમિગ્રેશન યૂનિટ ઈમિગ્રેશન રેફ્યૂજી એન્ડ સિટીઝનશિપ કેનેડાએ આ અંગેની માહિતી જાહેર કરી છે. આ માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડા વિઝિટર વર્ક પરમિટની સુવિધા બંધ કરી રહ્યું છે, જે 28 ઓગસ્ટ, 2024થી લાગુ કરવામાં આવી છે.
અગાઉ કેનેડામાં એક નિયમ હતો કે વિઝિટર વિઝા પર કેનેડા જતા લોકોને ટેમ્પરરી કામ કરવાની છૂટ હતી, આ સિવાય ઈમિગ્રેશન યૂનિટ દ્વારા લોકોને વિઝિટર વર્ક પરમિટ પણ આપવામાં આવતી હતી.
હવે ટ્રૂડો સરકારે વિઝિટર વિઝા પર કેનેડામાં રહેતા લોકો માટે નિયમો વધુ કડક બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે હવે તે લોકો દેશમાં રહીને પણ વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં.
આ નિયમ 2020 માં જ કૉવિડ-19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ઘણા લોકો કેનેડામાં અટવાઈ ગયા હતા અને પાછા જઈ શક્યા ન હતા. આ જ કારણ હતું કે સરકારે કેનેડામાં રહીને તેમને કામ કરવાની છૂટ આપી હતી અને આ નિયમ આવતા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2025 સુધીમાં ખતમ થવાનો હતો, પરંતુ હવે સરકારે તેને 28 ઓગસ્ટથી લાગુ કરી દીધો છે.
IRCCનું કહેવું છે કે જે લોકોએ 28 ઓગસ્ટ, 2024 પહેલા અરજી કરી છે તે તમામને જૂના નિયમો અનુસાર ગણવામાં આવશે. આ નિર્ણય અંગે નિષ્ણાતો કહે છે કે દેશમાંથી સ્થળાંતર કરનારાઓની સંખ્યા ઘટાડવાનો આ બીજો નવો રસ્તો છે.
વાસ્તવમાં, કેનેડામાં ઘરની વધતી કિંમતો, આરોગ્ય સેવાઓ પર દબાણ અને ચૂંટણી જેવા ઘણા કારણોને લીધે સરકાર સતત આવા નિર્ણયો લઈ રહી છે.