Christmas: આ દેશમાં 1લી ઓક્ટોબરથી જ ઉજવાશે ક્રિસમસનો તહેવાર, સનકી તાનાશાહના એલાનથી દુનિયા ચોંકી
Nicolás Maduro Christmas Announcement: વેનેઝૂએલાના સરમુખત્યાર નિકોલસ માદુરોએ સપ્ટેમ્બરમાં ક્રિસમસની જાહેરાત કરી છે. હવે 1લી ઓક્ટોબરથી દેશના લોકો નાતાલનો તહેવાર ઉજવશે. આખી દુનિયા 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરે છે, પરંતુ વેનેઝૂએલાના સરમુખત્યાર નિકોલસ માદુરો સપ્ટેમ્બરમાં ક્રિસમસની લાગણી અનુભવી રહ્યાં છે. આ જ કારણ છે કે તેણે 1લી ઓક્ટોબરે જ તહેવારની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાદુરોનો દર સોમવારે એક ટીવી શો હોય છે, જેમાં તેના પ્રેક્ષકોને ખુશ કરવા તે કહે છે કે સપ્ટેમ્બરમાં ક્રિસમસની ખુશબુ આવી રહી છે. માદુરોએ કહ્યું કે આ વર્ષે તેઓ દરેકનો આભાર અને સન્માન કરવા માટે 1 ઓક્ટોબરથી ક્રિસમસની શરૂઆત કરી રહ્યા છે. આ નાતાલ બધા માટે શાંતિ, સુખ અને સલામતી લઈને આવે.
વેનેઝૂએલાના માદુરો આ પહેલા પણ આવી વિચિત્ર જાહેરાતો કરી ચૂક્યા છે, પરંતુ આ વર્ષના ક્રિસમસના સમયે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કારણ કે ક્રિસમસની જાહેરાત સમય પહેલા કરવામાં આવી છે.
માદુરોની ક્રિસમસની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે રાષ્ટ્રપતિના ચૂંટણી પરિણામો પર સવાલો ઉભા થઈ રહ્યા છે. માદુરો 2013 થી સત્તામાં છે અને 28 જુલાઈની ચૂંટણીમાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના મતદાનના સંપૂર્ણ આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જ્યારે વિપક્ષે પોતાના ઉમેદવારની જંગી જીત દર્શાવતા આંકડા સંપૂર્ણ રીતે જાહેર કર્યા છે.
કારણ કે વિપક્ષના નેતાઓ ચૂંટણી પરિણામોમાં ગેરરીતિ હોવાના આક્ષેપ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરિણામો પછી આ વિરોધમાં લગભગ 27 લોકો માર્યા ગયા અને 2400થી વધુની ધરપકડ કરવામાં આવી. વેનેઝૂએલાની સરકારે વિપક્ષ પર આરોપ લગાવ્યો. આ સાથે જ વિરોધીઓએ સરકાર પર દમનકારી અભિયાન ચલાવવાનો આરોપ પણ લગાવ્યો છે.
ક્રિસમસની ઘોષણાના થોડા કલાકો પહેલા વેનેઝૂએલાના એક અધિકારીએ વિરોધ પક્ષના નેતા એડમન્ડો ગૉન્ઝાલેઝ માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું અને તેના પર આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત ગુનાઓનો આરોપ મૂક્યો હતો.