Abu Dhabi Mandir: PM મોદીએ અબુ ધાબીમાં હિંદુ મંદિરનું કર્યું ઉદ્ધાટન, જુઓ તસવીરો
અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં આ મંદિર પૂર્ણ થયું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅબુધાબીનું આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. આ સાથે આ મંદિરમાં સીતા-રામ, લક્ષ્મણજી, હનુમાનજી, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, શ્રી ગણેશ, જગન્નાથ સ્વામી અને ભગવાન અયપ્પાની મૂર્તિઓની પૂજા કરવામાં આવશે.
અબુધાબી પણ ભગવાન શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ મંદિરને આરબ દેશોનું સૌથી મોટું મંદિર કહેવામાં આવે છે.આ વિશાળ મંદિરને બનાવવામાં લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો.
27 એકરમાં બનેલું અબુ ધાબીનું આ ભવ્ય મંદિર જોવાલાયક છે. આ મંદિર રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના કારીગરો દ્વારા 25,000 થી વધુ પથ્થરના ટુકડામાંથી આરસ કોતરવામાં આવ્યો છે.
આ મંદિરની બંને બાજુએ ગંગા અને યમુનાના પવિત્ર જળ વહે છે. મંદિરની બંને બાજુ તળાવો બનાવવામાં આવ્યા છે.
આ મંદિરના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીએ BAPS સંસ્થાના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ આદરણીય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા.