કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી હુમલાથી મચી અફડાતફડી, લોકો જીવ બચાવવા આમ-તેમ દોડી રહ્યા છે, જુઓ તસવીરો....
કાબુલઃ અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર ગુરુવારે સાંજે બે મોટા આત્મઘાતી ધમાકા થયા છે. આમાં મરનારાઓની સંખ્યા વધીને 13 થઇ ગઇ છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પહેલો બ્લાસ્ટ એરપોર્ટના પૂર્વીય ગેટ પર થયો જ્યારે બીજો ધમાકો બેરન હૉટલની પાસે થયો. અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગૉનના પ્રવક્તા જૉન કિર્વીએ વિસ્ફોટની પુષ્ટી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન રક્ષા વિભાગના પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું- અમે એ કન્ફોર્મ કરી શકીએ છીએ કે આબે ગેટ પર ધમાકો થયો છે. આના કારણે અમેરિકા અને અને નાગરિકોમાં અફડાતફડી મચી ગઇ છે. અમે એ પણ કન્ફોર્મ કરીએ છીએ કે બીજો એક બ્લાસ્ટ બેરન હૉટલની નજીક થયો છે. આબે ગેટ અને બેરન હૉટલની વચ્ચે અંતર ઓછુ છે. અમે અપડેટ આપવાનુ ચાલુ રાખીશુ, જોકે આ હુમલાની હજુ કોઇએ જવાબદારી નથી લીધી.
ઉલ્લેખનીય છે કે હુમલાને લઇને બ્રિટનની ઇન્ટેલિજન્સે ચેતાવણી આપી હતી. બ્રિટનના રક્ષા મંત્રી જેમ્સ હિપ્પીએ કહ્યું હતુ કે આવો ખતરો છે જેની ડિટેલ હુ તમને નથી આપી શકતો, પરંતુ ખતરો બહુજ નજીક છે.
ઇન્ટેલિજન્સ ઇનપુટમાં એ કહેવામાં આવ્યુ હતુ કે આઇએસઆઇ તરફથી હુમલો કરવામાં આવી શકે છે. જોકે, હુમલાના થોડાક કલાકો પહેલા જ અમેરિકન કાર્યવાહક રાજદૂત રૉસ વિલ્સને કહ્યું હતુ કે કાબુલ એરપોર્ટ પર સુરક્ષા સંબંધી ખતરો છે.
વિલ્સને કાબુલમાં એબીસી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે ખતરો અને આની વર્તમાન સ્થિતિ વિશે કોઇ વિશિષ્ટ જાણકારી વિશે ચર્ચા નથી કરી શકતો.
અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ત્યાંની પરિસ્થિતિ ઘણી ડરામણી બની ગઈ છે. અહીં દરરોજ લોકો મૃત્યુ પામે છે, કાં તો તાલિબાન ફાયરિંગમાં અથવા વિસ્ફોટોમાં. ભારત-યુએસએ સહિત તમામ દેશો તેમના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી રહ્યા છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં કેટલા ભારતીયો ફસાયા છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
સરકારી સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં હવે વધારે ભારતીયો નથી. હાલમાં ત્યાં જે ભારતીયો છે તેમાંથી કેટલાક જલાલાબાદ અથવા નજીકના અન્ય વિસ્તારોમાં હોઈ શકે છે. આ એવા લોકો છે જેમની સાથે કોઈ સંપર્ક સ્થાપિત થયો નથી.
સરકારી સૂત્રો કહે છે કે ગભરાવા જેવું કંઈ નથી. ભારતે 'ઓપરેશન દેવી શક્તિ' હેઠળ અફઘાનિસ્તાનમાંથી મોટી સંખ્યામાં પોતાના લોકોને બહાર કાઢ્યા છે. જ્યારે ગુરુવારે એરપોર્ટ પર બ્લાસ્ટ થયો ત્યારે ત્યાં કોઈ ભારતીય હાજર ન હતો. ભારત સરકારે અફઘાન નાગરિકોને બહાર કાવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તાલિબાનો દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદથી હજારો અફઘાન દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસોથી એરપોર્ટ પર ભેગા થયા છે. યુદ્ધગ્રસ્ત દેશને છોડવા માટે એરપોર્ટ પર ગભરાટ જેવું વાતાવરણ છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પાછા ખેંચાયા ત્યારથી, તાલિબાનના ક્રૂર શાસનની આશંકાએ ઘણા લોકોને દેશ છોડવાની પ્રેરણા આપી છે. વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હોવા છતાં કાબુલ એરપોર્ટ પરથી ખાલી કરાવવા માટે ફ્લાઇટ્સ ઉડાડવામાં આવી રહી છે.