500 કરોડની ભવ્ય હોટલની ઇનસાઇડ તસવીરો જ્યાં રાધિકા સાથે લગ્ન કરશે અનંત અંબાણી
Anant Ambani Radhika Marchant Wedding Venue: બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી જલ્દી જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનંત અંબાણી અને રાધિકા હોટલ સ્ટોક પાર્ક હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ ચાલો તમને આ આલીશાન હોટલની અંદરની ઝલક બતાવીએ.
સ્ટોક પાર્ક હોટેલ લંડનમાં આવેલી છે, જે મુકેશ અંબાણીએ 2021માં 592 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
300 એકરમાં ફેલાયેલી આ હોટલ ખૂબ જ આલીશાન અને તમામ સુવિધાઓથી સજ્જ છે. તેમાં તળાવો, કન્ટ્રી ક્લબ, ઐતિહાસિક બગીચા જેવી ઘણી વસ્તુઓ છે.
આ હોટલમાં સ્પા, પૂલ, સ્મારકો અને 49 અત્યંત વૈભવી અને મોટા રૂમ છે.
આ લક્ઝુરિયસ હોટલમાં 5 રેસ્ટોરાં, જિમ, ફિટનેસ સેન્ટર, ઇન્ડોર સ્વિમિંગ પૂલ અને 13 ટેનિસ કોર્ટ પણ છે.
આ લક્ઝુરિયસ હોટલમાં હોલીવુડની ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે, જેમાં જેમ્સ બોન્ડ સીરિઝ પણ સામેલ છે.
મુકેશ અંબાણીએ ખરીદી તે અગાઉ આ હોટલ મહારાણી એલિઝાબેથ 2નું ઘર હતું.