Chile Presidential Election: 35 વર્ષની ઉંમરમાં ચિલીના રાષ્ટ્રપતિ બન્યા ગેબ્રિયલ બોરિશ, એકતરફી જીત મેળવી
ચિલીમાં ડાબેરી ગેબ્રિયલ બોરિશે (Gabriel Boric) રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election)માં એકતરફી જીત નોંધાવી છે. ચિલીમાં, ડાબેરી ગેબ્રિયલ બોરીશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 56 ટકા વોટ જીત્યા અને દક્ષિણપંથી નેતા જોસ એન્ટોનિયોને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રેબિયલે અસમાનતા અને ગરીબીનો સામનો કરવા માટે યુવાનોની આગેવાની હેઠળની સમાવેશી સરકાર બનાવવા માટે ઘણા મહિનાઓ સુધી કામ કર્યું.
ગ્રેબિયલનું કહેવું છે કે અસમાનતા અને ગરીબી એ દાયકાઓ પહેલા જનરલ ઓગસ્ટો પિનોશેની સરમુખત્યારશાહી દ્વારા લાદવામાં આવેલા મુક્ત બજારના મોડલના અસ્વીકાર્ય નબળા બિંદુ છે. આ મહેનત રંગ લાવી અને રવિવારે તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 56 ટકા મત મેળવીને એકતરફી જીત મેળવી.
2012માં મતદાન ફરજિયાત બન્યા બાદ કોઈપણ નેતાને મળેલ આ સૌથી વધુ સમર્થન છે. 35 વર્ષની ઉંમરે, તે ચિલીના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર સૌથી યુવા નેતા છે.
સમર્થકોની ભારે ભીડ વચ્ચે ગેબ્રિયલ એક મંચ પર પહોંચ્યા અને ત્યાંથી તેમણે લોકોનું અભિવાદન કર્યું.
ગેબ્રિયલ બોરિશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 56 ટકા મત મેળવીને દક્ષિણપંથી નેતા જોસ એન્ટોનિયોને હરાવ્યા હતા.