Elon Musk Birthday: Elon Musk આ બે જાણીતી સોશિયલ મીડિયા એપ્સ નથી કરતા યુઝ, ટ્વિટર પર ફોલો કરે છે 14 કરોડથી વધુ લોકો
Elon Musk Birthday: Forbes ના રિપોર્ટ અનુસાર, Elon Musk હાલમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની નેટવર્થ 234 બિલિયન ડોલરથી વધુ છે. આજે મસ્કનો જન્મદિવસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમસ્ક આજે તેમનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 28 જૂન 19971ના રોજ થયો હતો. મસ્ક ઘણી મોટી કંપનીઓના માલિક છે અને હાલમાં વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ટોચ પર છે.
મસ્ક ટ્વિટર પર સૌથી વધુ ફોલો થનાર વ્યક્તિ છે. 14 કરોડથી વધુ લોકો તેને ફોલો કરે છે. તેઓ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને સતત કંઈક ને કંઈક પોસ્ટ કરતા રહે છે
એક તરફ જ્યાં તેઓ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે તો બીજી તરફ 2 એપ્સ એવી છે જ્યાં તેમનું એકાઉન્ટ પણ નથી. વાસ્તવમાં મસ્કને આ એપ્સ પસંદ નથી. મસ્કને મેટાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પસંદ નથી. આ બે પ્લેટફોર્મ પર તેમના એકાઉન્ટ્સ નથી. જો આ નામનું ખાતું હોય તો પણ તે ફેન એકાઉન્ટ હોય કે અથવા તો તે એકાઉન્ટ નકલી હોય છે.
વાસ્તવમાં, આ બંને એપ્સને પસંદ ન કરવાનું કારણ Metaના CEO છે. ટ્વિટર અને મેટાના સીઈઓ સતત એકબીજાને ટોણો મારતા રહે છે અને તેમની વચ્ચે લડાઇ ચાલતી રહે છે.
તાજેતરમાં મસ્કે માર્ક ઝુકરબર્ગને Cage મેચ માટે પડકાર ફેંક્યો હતો, જેના જવાબમાં મેટાના સીઈઓએ લોકેશન મોકલવાનું કહ્યું હતું. તાજેતરમાં જ માર્ક ઝુકરબર્ગે ટ્વિટર જેવી એપ લાવવાની વાત કરી અને ટ્વિટર યુઝર ફ્રેન્ડલી ન હોવાનું કહ્યું હતું. જેના જવાબમાં મસ્કે પડકાર ફેંક્યો હતો