એલન મસ્કથી લઇને માર્ક ઝુકરબર્ગ અને ગૌતમ અદાણી સુધી, કઇ ઉંમરમાં કોણ બન્યું અબજોપતિ?
ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક હાલમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે, જ્યારે માર્ક ઝુકરબર્ગ અબજોપતિઓની યાદીમાં 9મા નંબરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્ક જ્યારે અબજોપતિ બન્યા ત્યારે તેમની ઉંમર 41 વર્ષની હતી. જ્યારે કાર્લોસ સ્લિમ 51 વર્ષની વયે અબજોપતિ બની ગયા હતા.
સૌથી નાની ઉંમરની વાત કરીએ તો ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ આ યાદીમાં સૌથી આગળ છે. તેઓ 23 વર્ષની ઉંમરમાં અબજોપતિ બન્યા હતા.
વર્લ્ડ ઑફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, લેરી પેજ 30 વર્ષની ઉંમરે અને સેર્ગેઈ બિન 31 વર્ષની ઉંમરે અબજોપતિ બન્યા હતા.
આ ક્રમમાં બિલ ગેટ્સ 31 વર્ષની ઉંમરે અને જેફ બેઝોસ 35 વર્ષની ઉંમરે સૌથી યુવા અબજોપતિ બનવાની યાદીમાં સામેલ થઈ ગયા. સ્ટીવ બ્લામર 38 વર્ષની ઉંમરે અબજોપતિ બની ગયા.
ગૌતમ અદાણી 46 વર્ષની વયે અબજોપતિ બની ગયા. અનુભવી રોકાણકાર વોરેન બફેટ 56 વર્ષની વયે અબજોપતિઓની ક્લબમાં જોડાયા હતા.