Egypt Queen Cleopatra: દુનિયાની તે સુંદર રાણી ક્લિયોપૈટ્રા, સુંદર દેખાવવા માટે ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન
Egypt Queen Cleopatra: દુનિયામાં એવા કેટલાય રાજાઓ અને રાણીઓ થઇ ગઇ, જેની સ્ટૉરીઓ આજે પણ આપણે વાંચીએ છીએ, એવી કેટલીય વાર્તાઓ છે જે કદાચ પોતાનામાં ખૂબ જ રસપ્રદ છે. આવી જ એક સ્ટૉરી ઈજિપ્તની રાણી ક્લિયોપૈટ્રાની પણ છે. આ રાણી એકદમ અલગ જ જિંદગી જીવતી હતી, અને તેના જીવનમાં કેટલાય રહસ્યો ભરેલા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇજિપ્તની રાણી ક્લિયોપૈટ્રાને દુનિયાની સૌથી સુંદર રાણી માનવામાં આવે છે. સિંહાસન પર પોતાની પકડ જાળવી રાખવા માટે તેને પોતાના બે ભાઈઓ સાથે લગ્ન કર્યા હતી.
રાણી ક્લિયોપૈટ્રા લાંબા સમય સુધી રાણી રહી પરંતુ 38 વર્ષની વયે તેમનું અવસાન થયું.
ઇજિપ્તની રાણી ક્લિયોપૈટ્રાએ 51 BC થી 30 BC સુધી ઇજિપ્ત પર શાસન કર્યું હતું.
કેટલાય ઈતિહાસકારોના મતે સુંદર દેખાવા માટે રાણી ક્લિયોપૈટ્રા દરરોજ સવારે ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી.
દરરોજ 300 ગુલાબ રાણી ક્લિયોપૈટ્રાને સ્નાન કરવા માટે વપરાતા, એટલે કે, ગધેડાના દૂધમાં ઉમેરવામાં આવતા હતા.
રાણી ક્લિયોપૈટ્રા ખૂબ મહત્વાકાંક્ષી હતી. તેને તેના પોતાના ભાઈ ટોલેમી સાથે લગ્ન કર્યા. આ પછી તેણે તેના ભાઈને કાબૂમાં રાખવા માટે તેના બીજા લગ્ન પણ કર્યા હતા.
રાણી ક્લિયોપૈટ્રાએ એક કાવતરું ઘડ્યું અને જુલિયસ સિઝર સાથે મળીને તેના બે ભાઈઓને દૂર કર્યા જેથી તે એકલી ઇજિપ્તના સિંહાસન પર શાસન કરી શકે.
તમામ તસવીરો ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.