800 વર્ષ જુનો ખજાનો.... હાઇકિંગમાં મહિલાના હાથે લાગ્યો જેકપૉટ, કિંમત જાણીને ઉડી જશે હોશ
Czech Republic News: ચેક રિપબ્લિકમાં હાઇકિંગ કરતી વખતે એક મહિલાને 800 વર્ષ જૂનો ખજાનો મળ્યો, જેમાં 2000 થી વધુ ચાંદીના સિક્કા મળી આવ્યા. નિષ્ણાત ફિલિપ વેલિમ્સ્કીના જણાવ્યા અનુસાર, ખજાનાની કિંમત 1 મિલિયન ડોલર હશે. ચેક રિપબ્લિકમાં હાઇકિંગ કરતી વખતે એક મહિલાને ખજાનો મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેક રિપબ્લિકના કુતનામાં હાઇકિંગ કરતી એક મહિલાને અંદાજે 800 વર્ષ જૂનો ખજાનો મળ્યો હતો, જેની ખુબ ચર્ચા થઇ રહી છે.
આર્કિયોલોજિસ્ટનું કહેવું છે કે આજના સમયમાં આ ખજાનો જેકપોટ જેવો છે, ખજાનામાંથી 2000થી વધુ ચાંદીના સિક્કા મળી આવ્યા છે.
પુરાતત્વવિદોના મતે જેકપોટમાં મળેલા ચાંદીના સિક્કા મધ્યમ કાળના છે. સિક્કા તાંબુ, સીસા અને અન્ય ધાતુઓમાંથી બનાવવામાં આવે છે.
ચેક એકેડેમી ઓફ સાયન્સના પુરાતત્વ કેન્દ્ર અનુસાર, આ સિક્કાઓને માટીના વાસણમાં મૂકીને જમીનમાં દાટી દેવામાં આવ્યા હશે.
ખજાનામાંથી મળેલા સિક્કાઓ રોમન સામ્રાજ્ય યુગના ચાંદીના સિક્કા હોવાનું માનવામાં આવે છે, જેને ડેનારીયસ તરીકે ઓળખવામાં આવતા હતા.
નિષ્ણાત ફિલિપ વેલિમ્સ્કીના જણાવ્યા અનુસાર, 12મી સદીમાં જ્યારે પ્રાગમાં રાજાશાહીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ ખજાનો છુપાવવામાં આવ્યો હોઈ શકે છે.
નિષ્ણાતો અંદાજ લગાવી શકતા નથી કે 12મી સદી દરમિયાન સિક્કાઓની કુલ કિંમત કેટલી હશે, પરંતુ તેઓ કહે છે કે કિંમત ઘણી વધારે હશે.
વેલિમ્સ્કી કહે છે કે આજે તે જેકપોટમાં $1 મિલિયન જીતવા જેવું છે.