GK Story: એવો દેશ જ્યાં પુરુષોની છે ભારે અછત, બીજી પત્ની બનવા પણ તૈયાર છે મહિલાઓ
General Knowledge: દુનિયામાં ઘણા બધા એવા દેશ છે જ્યાં મહિલાઓની વસ્તી પુરૂષો કરતા ઘણી વધારે છે, હકીકતમાં સ્થિતિ એ સ્તર પર પહોંચી ગઈ છે કે આ દેશોમાં બે મહિલાઓ એક પુરુષ સાથે લગ્ન કરવા તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપણા દેશમાં વર્ષોથી મહિલાઓની વસ્તી પુરૂષો કરતા ઓછી છે, તો શું તમે એવા દેશો વિશે જાણો છો જ્યાં મહિલાઓની વસ્તી પુરૂષો કરતા ઘણી વધારે છે. ચાલો આજે તમને એ દેશો વિશે જણાવીએ.
આ યાદીમાં પહેલું નામ હોંગકોંગનું છે. મહિલાઓની વસ્તી 53.10 ટકા છે, જ્યારે અહીં પુરૂષોની વસ્તી 46.90 ટકા છે.
બીજા સ્થાને અલ સાલ્વાડૉરનું નામ આવે છે, આ દેશમાં મહિલાઓની વસ્તી 53.10 ટકા છે, જ્યારે અહીં પુરૂષોની વસ્તી 46.90 ટકા છે.
એસ્ટૉનિયામાં મહિલાઓની સંખ્યા પણ ઘણી વધારે છે. અહીં 53.20 ટકા મહિલાઓ અને 46.80 ટકા પુરુષો છે.
બેલારુસમાં મહિલાઓની વસ્તી 53.50 ટકા છે, જ્યારે આ દેશમાં પુરૂષોની વસ્તી 46.50 ટકા છે.
વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ ગણાતા રશિયામાં પણ મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં ઘણી વધારે છે. અહીં 53.50 ટકા મહિલાઓ અને 46.50 ટકા પુરુષો રહે છે.