In Photos: PM મોદીએ જી-20 સમિટમાં પાટણના પટોળાની કોને ગિફ્ટ કરી ? જાણો કોને કોને શું આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને કાંગડાનું લઘુચિત્ર ચિત્ર ભેટ આપ્યું. કાંગડા લઘુચિત્ર ચિત્રો સામાન્ય રીતે ‘શ્રૃંગાર રસ’ અથવા કુદરતી પૃષ્ઠભૂમિ પર પ્રેમનું નિરૂપણ કરે છે. આ ઉત્કૃષ્ટ ચિત્રો હિમાચલ પ્રદેશના ચિત્રકારો દ્વારા કુદરતી રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદી ઈંગ્લેન્ડના પીએમ ઋષિ સુનકને ગુજરાતનું હાથ બનાવટનું કાપડ ભેટમાં આપ્યું. જે પછેડી તરીકે ઓળખાય છે.
PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીને 'પાટણ પટોળા દુપટ્ટા' (સ્કાર્ફ) ભેટ કર્યા.
પીએમ નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસને પિથોરા ભેટમાં આપ્યા. આ ચિત્રો ઓસ્ટ્રેલિયાના સ્વદેશી સમુદાયોના એબોરિજિનલ ડોટ પેઇન્ટિંગ સાથે આકર્ષક સામ્યતા ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સુરતથી સિલ્વર બાઉલ ભેટમાં આપ્યો.
આ ઉપરાંત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને હિમાચલ પ્રદેશના કિન્નૌરથી કિનૌરી શાલ ભેટ આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગ અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને કચ્છ, ગુજરાતમાંથી 'એગેટ બાઉલ' ભેટમાં આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝને મંડી અને કુલ્લુથી 'કનાલ બ્રાસ સેટ' ભેટમાં આપ્યો. આ પરંપરાગત સંગીતનાં સાધનોનો હવે ડેકોર ઓબ્જેક્ટ તરીકે વધુને વધુ ઉપયોગ થાય છે અને હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુ જિલ્લામાં કુશળ ધાતુના કારીગરો દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)