Photos: સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ બની ટર્બુલેંસનો શિકાર, અંદરની તસવીરો જોઈને હચમચી જશો
રોઇટર્સના અહેવાલ મુજબ, સિંગાપોર એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ SQ321 હીથ્રો એરપોર્ટથી સિંગાપોર જઇ રહી હતી ત્યારે તેને ઇન-ફ્લાઇટ ટર્બુલેંસનો સામનો કરવો પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલંડનથી સિંગાપોર જતી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટમાં ટર્બુલેંસના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને 30 અન્ય ઘાયલ થયા હતા.
ઉડાન દરમિયાન એરક્રાફ્ટના હવાના દબાણ અને ગતિમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે તેને એર ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે. જેના કારણે પ્લેનને આંચકો લાગે છે અને તે હવામાં ઉપર-નીચે ફરવા લાગે છે.
એર ટર્બુલેંસમાં, પ્લેનમાં બેઠેલા મુસાફરો નાના આંચકાથી લઈને મજબૂત અને લાંબા સમય સુધીના આંચકા સુધી કંઈપણ અનુભવી શકે છે અને ક્યારેક ઈજા પણ થઈ શકે છે.
ટર્બુલેંસ દરમિયાન ફ્લાઇટની અંદરનું દ્રશ્ય
. સિંગાપોર એરલાઈન્સે જણાવ્યું હતું કે, અમે જરૂરી તબીબી સહાય પૂરી પાડવા માટે થાઈલેન્ડમાં સ્થાનિક સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ.
જો કે, આ પહેલા પણ આવી જ ઘટનાઓ બની છે, છેલ્લી સિંગાપોર એરલાઈન્સની દુર્ઘટના ઓક્ટોબર 2000માં થઈ હતી.