Israel Palestine War: ઇઝરાયલના હુમલામાં પેલેસ્ટાઇનના એક પરિવારનું ઘર થયું નષ્ટ, બાળકો સહિત 14ના મોત
Israel Palestine War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી સામાન્ય નાગરિકોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. ઈઝરાયેલના હવાઈ હુમલામાં પેલેસ્ટાઇનના પરિવારનું ઘર નષ્ટ થયુ હતું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1300 લોકોના મોત થયા છે અને 2000થી વધુ લોકો ઘાયલ થયા છે.
દક્ષિણ ગાઝા પટ્ટીના રાફામાં અબુ હેલાલના એક ઘર પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા 14 પેલેસ્ટાઈનિઓના મોત થયા છે.
ઇઝરાયલી ફાઇટર પ્લેને દક્ષિણ ગાઝા પટ્ટીના રાફામાં પેલેસ્ટાઇનના ઘરને મિસાઇલ વડે નિશાન બનાવીને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું હતું.
ઈઝરાયેલના હવાઈ હુમલા બાદ નજીકની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું હતું, જે બાદ ઝડપથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
6 ઓક્ટોબરે ઉગ્રવાદી હમાસ જૂથના લોકોએ ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા જેના જવાબમાં ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી.
હમાસે શનિવારે ઈઝરાયેલ વિરુદ્ધ 'અલ-અક્સા સ્ટ્રોમ' અભિયાન શરૂ કર્યું હતું. એક તરફ હમાસે ઈઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા તો બીજી તરફ તેના ફાઇટર્સ ઘણી જગ્યાએથી સરહદ પાર કરીને જમીન માર્ગે ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા. હમાસે દરિયાકાંઠાના ગાઝા વિસ્તારમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને બંધક બનાવ્યા હતા. એવી આશંકા છે કે હમાસ પેલેસ્ટાઇનના હજારો બંધકોની મુક્તિના બદલામાં કેદીઓને મુક્ત કરવાની માંગ કરી શકે છે.