Israels Military Strength: 4.65 લાખ રિઝર્વ સૈનિક, 601 એરક્રાફ્ટ, 2200 ટેન્ક.... કેટલી શક્તિશાળી છે હમાસ સામે લડી રહેલી ઇઝરાયેલી સેના ?
Israels Military Strength: ઇઝરાયેલની સૈન્ય તાકાતને કારણે તેની ગણના વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં થાય છે. 20,770 ચોરસ કિલોમીટરનો દેશ 273 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે. અન્ય દેશો સાથે 1068 કિલોમીટરની આજુબાજુની સરહદો છે. 20 હજાર ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર ધરાવતા દેશની વસ્તી 89.14 લાખ છે. (ફોટોઃ એએફપી)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇઝરાયેલમાં કુલ 6.46 લાખથી વધુ સૈનિકો છે. 1.73 લાખ સૈનિકો કોઈપણ સમયે યુદ્ધ માટે તૈયાર છે. આ ઉપરાંત 4.65 લાખ સૈનિકો રિઝર્વ છે. 8000 થી વધુ સૈનિકો સાથે અર્ધલશ્કરી દળ છે. ઇઝરાયેલ પાસે 89 હજાર એરમેન, 2 લાખ જમીન સૈનિકો અને 20 હજાર મરીન છે. (ફોટો: ગેટ્ટી)
જો એર પાવરની વાત કરીએ તો ઈઝરાયેલ પાસે કુલ 601 એરક્રાફ્ટ છે. જેમાંથી 481 ગમે ત્યારે તૈયાર છે. 241 ફાઈટર જેટ છે જેમાંથી 193 ફાઈટર જેટ કોઈપણ સમયે દુશ્મન પર હુમલો કરવા માટે તૈયાર છે. અટેક ટાઇપ જેટ 26 છે. સ્પેશ્યલ મિશન માટે 23 વિમાનોમાં 18 કોઇપણ સમયે તૈયાર રહે છે. (ફોટો: ગેટ્ટી)
ઈઝરાયેલ પાસે કુલ 126 હેલિકૉપ્ટર છે. જેમાંથી 101 ગમે ત્યારે તૈયાર રહે છે. અહીં 48 એટેક હેલિકૉપ્ટર છે, જેમાંથી 38 હંમેશા ઉડાન માટે તૈયાર છે. 2200 થી વધુ ટેન્કો છે, 1760 હંમેશા રેડી રહે છે. અહીં કુલ 56,290 વાહનો છે, જેમાંથી 45 હજારથી વધુ વાહનો સતત ઉપયોગમાં હોય છે. (ફોટો: ગેટ્ટી)
650 સ્વ-સંચાલિત આર્ટિલરી છે, જેમાંથી 520 સરહદો પર તૈનાત છે. અહીં 300 ટૉડ આર્ટિલરી ગન છે, 240 તોપો હંમેશા તૈયાર હોય છે. MLRS એટલે મલ્ટીપલ લૉન્ચર રૉકેટ આર્ટિલરી 300 છે. ગાઝા પર હાલમાં 240 થી હુમલો કરવામાં આવી રહ્યો છે. નેવી પાસે 67 જહાજ છે. એરક્રાફ્ટ કેરિયર નથી. (ફોટોઃ એએફપી)
ઇઝરાયેલ નેવી પાસે 7 કૉર્વેટ, 5 સબમરીન અને 45 પેટ્રૉલ વેસલ્સ છે. અમેરિકા એરક્રાફ્ટ કેરિયર્સની અછતને પુરી કરી દે છે. ઇઝરાયેલની જે વસ્તી છે તેમાંથી 31.11 લાખ લોકો એવા છે જેમને કોઈપણ સમયે સૈન્ય સેવામાં સામેલ કરી શકાય છે. આ ઉપરાંત 1.24 લાખથી વધુ લોકો સૈન્યમાં જોડાવાની ઉંમરે પહોંચી ગયા છે. (ફોટો: ગેટ્ટી)
જો ગ્લૉબલ એર પાવરની વાત કરીએ તો આ વર્ષે ઈઝરાયેલ ટોપ ટેન દેશોમાં સામેલ છે. સંખ્યાથી દસ સુધી - આ છે - યુએસ એરફોર્સ, યુએસ નેવી, રશિયન એરફોર્સ, યુએસ આર્મી એવિએશન, યુએસ મરીન કૉર્પ્સ, ભારતીય વાયુસેના, ચાઇનીઝ એરફોર્સ, જાપાનીઝ એરફોર્સ, ઇઝરાયેલ એરફોર્સ અને ફ્રેન્ચ એરફોર્સ. (ફોટો: ગેટ્ટી)
હવાઈ હુમલાથી બચવા માટે ઈઝરાયેલ પાસે તેની પોતાની ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડૉમ છે. તેની પાસે કાઉન્ટર રૉકેટ આર્ટિલરી અને મૉર્ટાર સાથે શૉર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે. 2011 થી તે દેશની સુરક્ષા માટે સતત તૈનાત છે. અત્યાર સુધીમાં 10 બેટરીઓ બનાવવામાં આવી છે. અને હજુ 15 બીજી વધુ બનાવવાની યોજના છે. (ફોટોઃ એએફપી)
આયર્ન ડૉમમાં સ્થાપિત રૉકેટનું વજન 90 કિલો છે. લંબાઈ 9.8 ફૂટ છે. તેમની ઝડપ એકદમ ઘાતક છે. તેઓ મેક 2.2 ની ઝડપે દુશ્મન મિસાઇલો અથવા રૉકેટ પર હુમલો કરે છે, એટલે કે 2716 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. તેમાં બે બેટરી છે. ત્રણ લૉન્ચર અને ચાર લૉન્ચર. કુલ 20 ઇન્ટરસેપ્ટર્સ છે. (ફોટો: ગેટ્ટી)